જીંદગી ની રફતાર
જીંદગી ની રફતાર
રુકી ગઈ છે,
આજ પાછી આ ધરતી ,
ઝુકી રહી છે,
સમુદ્ર ની લહેરો ધીમી થઈ,
રહી છે,
આકાશ આજ ખીલી,
રહ્યુ છે,
પવન ની ગતિ,
બદલાઈ રહી છે,
વર્ષા ની રુતુ છવાઈ,
રહી છે,
કાળા વાદળ ની પાછળ,
સુરજ જાણે સંતાકુકડી રમે છે,
રાત ના અંધારા મા ચમકતી,
ચંદ્ર ની રોશની ,
આ ધરતી પર છવાઈ ,
રહી છે,
સુન પડી રહ્યુ છે,
જગ આ,
પાછા તો આવશે,
દિવસો જુના,
પણ એમા હશે,
બદલાવ ધણા....
જીંદગી ની રફતાર.....
જીતલ.
0 Comments