પપ્પા...
હારતી જયારે પણ હિંમત હુ,
મારી હિંમત બનતા તમે પપ્પા,
જીવનમાં આવતી મુશ્કેલી,
સામે ઢાલ બનતા તમે,
ખુશ નસીબી મારી મે લીધો,
જન્મ અહિયા,
પણ મને જીવન જીવતા ,
શીખવાડ્યું તમે,
કરુ હુ કોઈ પણ ભુલ,
ગુસ્સો કરતા તમે,
રાત્રે હું રીસાઈ ને ,
સુઈ જતી તો,
આવી મારા પાસે,
માથે હાથ ફેરવતા તમે,
તમારા સવપન છોડી ને,
જીવતા અમારા માટે,
જયારે હુ મુઝાતી ,
તો મારી હિંમત બનતા તમે ,
સ્થાન તમારુ રહેશે ઉંચુ,
કારણ કે હુ ઈશ્વર ને જોઉ,
છુ તમારા મા,
આ દુનિયા માં કોઈ પણ,
લઈ શકવાનું નથી સ્થાન તમારુ,.
જીતલ.
0 Comments